ખેરગામ લિંક રોડના ખોદકામ દરમિયાન પાણીની લાઈન તૂટી, સ્થાનીક રહીશોને પાણીની તકલીફ | Water Pipeline Damaged During Khergam Link Road Excavation, Locals Affected
ખેરગામમાં ચીખલી રોડ પોસ્ટ ઓફિસથી રામજી મંદિરની પાછળ થઈને હાઈસ્કૂલના મેઈન ગેટ સુધી વલસાડ રોડને જોડતા વ્યસ્ત લિંક રોડનું નવીનીકરણ કામ હાલ પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે. આશરે એક કિલોમીટર લાંબા આ લિંક રોડ પર ચોમાસા દરમિયાન ભારે વાહનોની અવરજવરથી મોટા ખાડા પડી જતા હતા, જેના કારણે વાહનચાલકો અને રહીશોને ભારે મુશ્કેલી ભોગવવી પડતી હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખી આશરે 500 મીટર જેટલા વિસ્તારમાં સિમેન્ટ કોન્ક્રીટ (CC રોડ) બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
રસ્તા નવીનીકરણ માટે મોટા પાયે ખોદકામ શરૂ કરવામાં આવતા કામ દરમિયાન પંચાયતની પીવાના પાણીની લાઈન અડફેટે આવી હતી. ખોદકામ દરમ્યાન પાણીની લાઈન તૂટી જતા રસ્તા પર પાણીનો ભારે ભરાવો થયો હતો. અચાનક પાણીની લાઈન તૂટતા આસપાસના ચારથી પાંચ જેટલા ઘરોમાં પાણી પુરવઠામાં ખલેલ પડી હતી, જેના કારણે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા.
લિંક રોડનું કામ શરૂ થતા પહેલા પંચાયત અને સંબંધિત તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી આ રસ્તો બે મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન આ માર્ગ પરથી પસાર થતા નાના-મોટા વાહનો તેમજ એસટી બસોને વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ખેરગામનો આ લિંક રોડ અત્યંત વ્યસ્ત હોવાથી રસ્તો બંધ થતા આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક દબાણ પણ અનુભવાઈ રહ્યું છે.
ખોદકામ દરમ્યાન પાણીની લાઈન તૂટી જતા સર્જાયેલી સ્થિતિ બાદ પંચાયત દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરી પાણીની લાઈનનું પુનઃજોડાણ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે સાથે અસરગ્રસ્ત રહીશો માટે વૈકલ્પિક પાણી પુરવઠાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ પણ સ્થાનિક લોકો દ્વારા ઉઠાવવામાં આવી છે. રહીશોનું કહેવું છે કે રોડનું કામ જરૂરી છે પરંતુ પાણી જેવી મૂળભૂત સુવિધામાં વિક્ષેપ ન પડે તે રીતે આયોજન થવું જોઈએ.
આ લિંક રોડ પર ચોમાસા દરમિયાન ભારે વાહનોની અવરજવરથી મોટા ખાડા પડી જતા હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. હવે સીસી રોડ બન્યા બાદ ચોમાસામાં પણ વાહનો સરળતાથી પસાર થઈ શકશે અને ખેરગામ તેમજ આસપાસના વિસ્તારોના લોકોને મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
#Khergam #KhergamLinkRoad #RoadWork #WaterPipelineDamage #LocalIssues #ValsadDistrict #InfrastructureDevelopment #CCRoad #PublicWorks #TrafficUpdate #GujaratiNews #ખેરગામ #લિંકરોડ #રસ્તાકામ #પાણીલાઈન #સ્થાનિકસમસ્યા
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

[…] […]