વાપીમાં ભક્તિ અને કલાનો અદભૂત સંગમ: માણભટ્ટ મયંક પંડ્યાએ લયબદ્ધ આખ્યાનથી નરસિંહ મહેતાની ભક્તિગાથા જીવંત કરી | Vapi Transfixed By Manbhatt Mayank Pandya’s Soulful Rendition Of Kunwarbai Nu Mameru

વાપીમાં ભક્તિ અને કલાનો અદભૂત સંગમ: માણભટ્ટ મયંક પંડ્યાએ લયબદ્ધ આખ્યાનથી નરસિંહ મહેતાની ભક્તિગાથા જીવંત કરી | Vapi Transfixed By Manbhatt Mayank Pandya’s Soulful Rendition Of Kunwarbai Nu Mameru

 

ઉદ્યોગ નગરી વાપીમાં ભક્તિરસ અને પરંપરાગત કલાનો અનોખો મનમોહક સંગમ જોવા મળ્યો હતો. વાપીની જાણીતી કલા સંસ્થા ‘સ્પંદન’ દ્વારા લાયન્સ ઉપાસના હોલ ખાતે આખ્યાન કથાનો એક અત્યંત પ્રભાવશાળી કાર્યક્રમ યોજાયો હતો. જાણીતા આખ્યાનકાર માણભટ્ટ મયંક પંડ્યાએ પોતાની આગવી શૈલીમાં મહાકવિ પ્રેમાનંદ રચિત નરસિંહ મહેતાના જીવન પર આધારિત આખ્યાનો રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ વાપી નગરપાલિકાના ડેપ્યુટી કમિશનર અશ્વિન પાઠક, ‘સ્પંદન’ના ટ્રસ્ટીઓ અને પદાધિકારીઓના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્પંદન એન્થમના ગાન સાથે ભક્તિમય વાતાવરણ ઉભું થયું હતું. સંસ્થાના પ્રમુખ ચારુશીલા ભટ્ટે મહેમાનોનું સ્વાગત કરતા કલાકારનો પરિચય આપ્યો અને જણાવ્યું કે, મયંક પંડ્યા પોતાના દાદા ચૂનીલાલજી પંડ્યાની ત્રીજી પેઢી તરીકે આ લુપ્ત થતી ‘માણભટ્ટ’ કલાના વારસાને જાળવી રહ્યા છે.

આ પ્રસંગે એક ભાવુક ક્ષણ પણ જોવા મળી હતી. વર્ષ 2001માં સ્પંદન દ્વારા મયંક પંડ્યાના પિતા પદ્મશ્રી માણભટ્ટ ધાર્મિકલાલ પંડ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. તે સમયના આમંત્રણ કાર્ડની સ્મૃતિ ભેટ બંને કલાકાર ભાઈઓને અર્પણ કરવામાં આવતા સૌ કોઈ સ્મૃતિઓમાં સરી પડ્યા હતા.

માણભટ્ટ મયંક પંડ્યાએ જ્યારે તાંબાની માણ પર પોતાની આંગળીઓના તાલ સાથે નરસિંહ મહેતાની ‘હૂંડી’ અને ‘કુંવરબાઈનું મામેરું’ આખ્યાન શરૂ કર્યું, ત્યારે આખો હોલ ભક્તિના રસમાં તરબોળ થઈ ગયો હતો. તેમણે નરસિંહ મહેતાના જીવન પ્રસંગો અને ભગવદ ગીતાના ભક્તિ-યોગના લક્ષણોને વણી લઈને એક અદભૂત દ્રશ્ય-શ્રાવ્ય સૃષ્ટિ રચી હતી. શ્રોતાઓ માટે આ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ સાક્ષાત્ નરસિંહ મહેતાની ભક્તિનો અનુભવ હતો.

આ કાર્યક્રમમાં સંગીત સંગત પણ એટલી જ ઉત્તમ રહી હતી. પ્રધુમ્ન પંડ્યાએ તબલા પર અને વાપીના જ ભાવેશ વાડીવાલાએ હાર્મોનિયમ પર અદભૂત સાથ આપી આખ્યાનમાં પ્રાણ ફૂંક્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી ઓમપ્રકાશ ભટ્ટાર દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતમાં ઉપપ્રમુખ જીજ્ઞેશ ભટ્ટે સૌનો આભાર માન્યો હતો.

વાપી જેવા આધુનિક શહેરમાં આવી પ્રાચીન કલાની રજૂઆત થવી તે નવી પેઢી માટે પણ ગૌરવની વાત છે. ઉપસ્થિત શ્રોતાઓએ આ કાર્યક્રમને ઉમળકાભેર વધાવ્યો હતો અને કલાકારોને ઉભા થઈને અભિવાદન (Standing Ovation) આપ્યું હતું.

#વાપી #વાપીસમાચાર #સ્પંદન #આખ્યાનકથા #માણભટ્ટ #મયંકપંડ્યા #નરસિંહમહેતા #કુંવરબાઈનુંમામેરું #સાંસ્કૃતિકકાર્યક્રમ #વાપીઅપડેટ #બ્રેકિંગન્યૂઝ #ગુજરાતીસંસ્કૃતિ #ભક્તિરસ #નરસિંહનીહૂંડી #સંગીતસંધ્યા #VapiNews #VapiUpdate #VapiDiaries #Manbhatt #CulturalGujarat #NarsinhMehta #GujaratiLiterature #ArtAndCulture #VapiEvents #SpandanVapi #DivineVapi #TraditionalArt


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

Related posts

Leave a Comment