વાંકલ ગામની ઓલ ઈન્ડિયા આદિવાસી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં STV 11 કુરગામ ચેમ્પિયન: IPL પદ્ધતિથી ખેલાડીઓની પસંદગી બની આકર્ષણનું કેન્દ્ર | STV 11 Kurgam Wins All India Adivasi Tennis Cricket Tournament in Vankal
વલસાડ જિલ્લાના વાંકલ ગામે રમતગમત ક્ષેત્રે એક ભવ્ય અને ઐતિહાસિક આયોજન સંપન્ન થયું છે. વાંકલના શ્રીજી ક્રિકેટ મેદાનમાં રમાયેલી ‘ડી.એક્સ. સ્પોર્ટ્સ પ્રેઝન્ટ’ ઓલ ઇન્ડિયા આદિવાસી ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-1માં એસ.ટી.વિ. ઇલેવન કુરગામની ટીમે શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયન ટ્રોફી પર કબજો જમાવ્યો છે. આ ટુર્નામેન્ટની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમાં ભાગ લેનારી તમામ ટીમોએ આઈપીએલ (IPL) ની જેમ ઓક્સન પદ્ધતિથી ખેલાડીઓની પસંદગી કરી હતી, જે ગ્રામ્ય સ્તરે એક નવતર પ્રયોગ સાબિત થયો છે.
ચાર દિવસીય આ ભવ્ય ટુર્નામેન્ટમાં કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો. ફાઈનલ મેચમાં એસ.ટી.વિ. ઇલેવન કુરગામ અને પટેલ આર્મી ધરમપુર વચ્ચે રસાકસીભર્યો મુકાબલો જોવા મળ્યો હતો. અંતે કુરગામની ટીમ વિજેતા જાહેર થઈ હતી. વિજેતા ટીમને ઇનામ પેટે રૂપિયા 1,11,000 રોકડા અને આકર્ષક ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જ્યારે રનર્સઅપ બનેલી પટેલ આર્મી ધરમપુરની ટીમને રૂપિયા 71,000 અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી.
આ ઇનામ વિતરણ સમારોહ ટુર્નામેન્ટના મુખ્ય સ્પોન્સર અને સામાજિક કાર્યકર્તા કીર્તિ આહીર, હર્ષિતભાઈ પટેલ તેમજ વલસાડ જિલ્લા કોંગ્રેસ આઉટરિચ સેલના પ્રમુખ રાહુલ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. પાલિકા સભ્ય ફહદ બાહનાન સહિત અનેક નાના-મોટા સ્પોન્સર્સના સહયોગથી આ આયોજન અત્યંત ભવ્ય રહ્યું હતું. આદિવાસી સમાજના યુવાનોમાં રહેલી ખેલ પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાના આ હેતુને મોટી સફળતા મળી છે.
ટુર્નામેન્ટના સમાપન અને ફાઈનલ મેચના પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વલસાડના સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય અરવિંદ પટેલ, ગણેશ બિરારી, મનીષ પઢીયાર, પાલિકા સભ્ય નરેશ પટેલ અને ડૉ. અર્પન પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટુર્નામેન્ટના પ્રારંભમાં ખારવેલના સરપંચ રાજેશ પટેલ અને જામલિયાના સામાજિક કાર્યકર્તા સૌરભ માહલાએ હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. મહેમાનોએ ઓક્સન પદ્ધતિના આયોજનની વિશેષ પ્રશંસા કરી હતી.
આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે આયોજક ટીમમાં દક્ષેશ પટેલ, ડૉ. નિરવ પટેલ, સાહીલ (કાનો), યોગુ પટેલ, ભોલુ પટેલ, અન્સુલ પટેલ, મયુર પટેલ અને તરુણ સહિતના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. મેદાનની વ્યવસ્થાથી લઈને ખેલાડીઓની સુવિધા સુધીનું તમામ સંચાલન ખૂબ જ પદ્ધતિસરનું જોવા મળ્યું હતું. વાંકલ અને આસપાસના ગામોના હજારો ક્રિકેટ પ્રેમીઓએ મેદાન પર હાજર રહીને મેચોની મજા માણી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ક્રિકેટમય બની ગયું હતું.
આ પ્રકારના આયોજનોથી આદિવાસી વિસ્તારના અંતરિયાળ ગામોમાં છુપાયેલી પ્રતિભાઓ બહાર આવશે અને રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ રમવાની તકો ઊભી થશે. સીઝન-1 ની ભવ્ય સફળતા બાદ હવે ખેલપ્રેમીઓ આગામી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
#Vankal #CricketTournament #AdivasiCricket #STV11Kurgam #ValsadNews #IPLAuction #SportsNewsGujarat #TennisCricket #Dharampur #GujaratCricket #TribalTalent #SportsUpdate #LocalNews #VapiNews #NavsariSports #વાંકલ #ક્રિકેટટુર્નામેન્ટ #આદિવાસીક્રિકેટ #વલસાડન્યૂઝ #રમતગમત #ધરમપુર #ગુજરાતસમાચાર #ક્રિકેટપ્રેમી #ખેલમહાકુંભ #ચેમ્પિયન #વલસાડ #ગુજરાતઅપડેટ #ક્રિકેટમેચ #આદિવાસીસમાજ #સ્પોર્ટ્સ
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
