વલસાડ શહેરમાં રવિવારે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા, 7 કેન્દ્રો પર 1835 ઉમેદવાર | State Tax Inspector Exam in Valsad, 1835 Candidates to Appear
ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ–3)ની પરીક્ષા રવિવાર તા. 04 જાન્યુઆરી 2026ના રોજ વલસાડ જિલ્લામાં યોજાનાર છે. આ પરીક્ષા માટે વલસાડ શહેરમાં કુલ 7 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં કુલ 1835 ઉમેદવારો પરીક્ષા આપશે.
પરીક્ષા સંદર્ભે વલસાડ જિલ્લા અધિક કલેક્ટર ચુડાસમાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પરીક્ષા માટેની તમામ તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લામાં યોજાનારી આ પરીક્ષામાં 1807 સામાન્ય ઉમેદવારો તેમજ 28 દિવ્યાંગ ઉમેદવારો મળી કુલ 1835 ઉમેદવારો ઉપસ્થિત રહેશે. પરીક્ષા સુચારુ રીતે યોજાય તે માટે કુલ 238 અધિકારી અને કર્મચારીઓની ફરજ પર નિમણૂક કરવામાં આવી છે.
આ પ્રસંગે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ હસમુખ પટેલે વિડિયો કોન્ફરન્સ મારફતે પરીક્ષા સંબંધિત મહત્વપૂર્ણ સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.
બેઠક દરમિયાન અધિક જિલ્લા કલેક્ટરે ઉમેદવારોની સંખ્યા, પરીક્ષા કેન્દ્રો અને બ્લોક વ્યવસ્થા, તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા, સ્ટ્રોંગરૂમની સુરક્ષા, પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત, તેમજ પરીક્ષા સ્થળોની આસપાસ 100 મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવાની વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ઉમેદવારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે બસ અને વાહન વ્યવસ્થાની પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં પરીક્ષા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય તે માટે જિલ્લા તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
#Valsad #GPSC #StateTaxInspector #ExamNews #GovernmentExam #ValsadNews #GujaratJobs #CompetitiveExam
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
