બગવાડાની શેઠ જી.એચ.એન્ડ ડી.જે. સાર્વજનિક હાઈસ્કૂલમાં ઈનામ વિતરણ: તેજસ્વી છાત્રોનું સન્માન અને હસ્તલિખિત અંકોનું વિમોચન

બગવાડાની શેઠ જી.એચ.એન્ડ ડી.જે. સાર્વજનિક હાઈસ્કૂલમાં ઈનામ વિતરણ: તેજસ્વી છાત્રોનું સન્માન અને હસ્તલિખિત અંકોનું વિમોચન

વલસાડ જિલ્લાના બગવાડા ખાતે આવેલી શ્રી બગવાડા પરગણા જૈન એજ્યુકેશન સોસાયટી સંચાલિત શેઠ જી. એચ એન્ડ ડી. જે સાર્વજનિક હાઈસ્કૂલમાં વર્ષ 2025-26નો વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ ભક્તિભાવ અને સાદગીપૂર્ણ માહોલમાં યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાના ઇન્ચાર્જ પ્રમુખ ઉજેશ શાહ, મંત્રી દિનેશભાઈ શાહ, સહમંત્રી ભાવિન શાહ અને ટ્રસ્ટી હાર્દિક શાહ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જવાહર શાહ અને અન્ય કમિટી સભ્યોએ હાજરી આપી તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જોકે, આ વર્ષનો કાર્યક્રમ અન્ય વર્ષોની સરખામણીએ સાદગીપૂર્ણ રહ્યો હતો. સંસ્થાના પ્રમુખ સ્વ. હેમંતભાઈ શાહના દુઃખદ અવસાનને કારણે શાળા…

Read More

સલવાવ સ્વામિનારાયણ ગુરૂકુળમાં માતૃ-પિતૃ પૂજન અને મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી: વિદ્યાર્થીઓએ રજૂ કરી અનોખી ભક્તિ

સલવાવ સ્વામિનારાયણ ગુરૂકુળમાં માતૃ-પિતૃ પૂજન અને મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી: વિદ્યાર્થીઓએ રજૂ કરી અનોખી ભક્તિ

વલસાડ જિલ્લાના સલવાવ ખાતે આવેલી શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિરમાં તાજેતરમાં માતૃ-પિતૃ દિવસ અને મહાશિવરાત્રી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓએ પોતાની સુષુપ્ત પ્રતિભા અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. આ તકે બાળકોએ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો રજૂ કરીને ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ધોરણ 1 અને 2 ના નાના ભૂલકાઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બાળકોએ અત્યંત ભાવુક…

Read More

પારડીની પ્રાથમિક શાળાના શિક્ષકોની ઉમદા પહેલ: વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે વિમાનમાં કરાવી દ્વારકા-સોમનાથની સફર

પારડીની પ્રાથમિક શાળાના શિક્ષકોની ઉમદા પહેલ: વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે વિમાનમાં કરાવી દ્વારકા-સોમનાથની સફર

વલસાડ જિલ્લાના પારડી તાલુકાની પારડી પોણિયા ફળિયા પ્રાથમિક શાળાએ શિક્ષણ જગતમાં એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. શાળાના મુખ્ય શિક્ષક નરેશભાઈ ઠાકોરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, ગત 12 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી 2026 દરમિયાન વિદ્યાર્થીઓ માટે એક વિશેષ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસની સૌથી મોટી વિશેષતા એ હતી કે ગ્રામ્ય વિસ્તારના આ વિદ્યાર્થીઓને સ્ટાર એર (Star Air) વિમાન દ્વારા સુરત એરપોર્ટથી જામનગર એરપોર્ટ સુધીની હવાઈ સફર કરાવવામાં આવી હતી. આ આધુનિક અને ખર્ચાળ પ્રવાસ માટે વિદ્યાર્થીઓ પાસેથી એક પણ રૂપિયો ફી તરીકે લેવામાં આવ્યો ન હતો. પ્રવાસનો તમામ આર્થિક…

Read More

વાપીમાં ટ્યુશને જવા નીકળેલા ગુમ બાળકને ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં શોધી પરિવાર સાથે મેળાપ કરાવ્યો

વાપીમાં ટ્યુશને જવા નીકળેલા ગુમ બાળકને ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં શોધી પરિવાર સાથે મેળાપ કરાવ્યો

વાપી ટાઉન વિસ્તારમાં રહેતો એક 14 વર્ષીય કિશોર ઘરેથી ટ્યુશને જવા નીકળ્યા બાદ રહસ્યમય રીતે ગુમ થઈ જવાની ઘટના સામે આવી હતી. શુક્રવારે બનેલી આ ઘટનામાં બાળક સમયસર ટ્યુશન ક્લાસ ન પહોંચતા અને ઘરે પરત ન ફરતા તેના પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. બાળકની માતાએ તાત્કાલિક વાપી ટાઉન પોલીસ મથકે પહોંચી પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી વાપી ટાઉન પીઆઈ એમ. પી. પટેલ, પીએસઆઇ આર. ડી. પાટીલ અને એએસઆઈ પ્રદિપસિંહ પ્રતાપસિંહ સહિતની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ ટીમે ટેક્નિકલ એનાલિસીસ અને શહેરના વિવિધ માર્ગો પર…

Read More

ગુજરાત બોર્ડ પરીક્ષા 2026: પેપરના પેકેટ વહેલા ખોલવા બદલ થશે પોલીસ ફરિયાદ, શિક્ષકોનો ઈજાફો પણ અટકશે

ગુજરાત બોર્ડ પરીક્ષા 2026: પેપરના પેકેટ વહેલા ખોલવા બદલ થશે પોલીસ ફરિયાદ, શિક્ષકોનો ઈજાફો પણ અટકશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આગામી 26 ફેબ્રુઆરી 2026 થી શરૂ થતી ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષાઓને લઈને સુરક્ષાના અત્યંત કડક આદેશો જારી કરવામાં આવ્યા છે. પરીક્ષાની પવિત્રતા જાળવવા માટે બોર્ડે આ વર્ષે ‘સર્જિકલ સ્ટ્રાઈક’ જેવી તૈયારી કરી છે, જેમાં પેપરની ગોપનીયતા ભંગ કરનાર પ્રિન્સિપાલ કે સિનિયર શિક્ષક સામે સીધી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. આટલું જ નહીં, જે શિક્ષક નિર્ધારિત સમય કરતાં વહેલા પેપરનું પેકેટ ખોલશે, તેમનો વાર્ષિક ઈજાફો (Increment) કાયમી ધોરણે અટકાવી દેવામાં આવશે. બોર્ડના નવા નિયમો મુજબ, પરીક્ષા કેન્દ્રો પર પ્રશ્નપત્રના પેકેટો માત્ર સીસીટીવી…

Read More

CBSE ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનો આવતીકાલથી પ્રારંભ: વાપીની 26 શાળાઓમાં છાત્રો આપશે પરીક્ષા

CBSE ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનો આવતીકાલથી પ્રારંભ: વાપીની 26 શાળાઓમાં છાત્રો આપશે પરીક્ષા

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની વાર્ષિક બોર્ડ પરીક્ષાઓનો આવતીકાલ, 17 ફેબ્રુઆરી 2026, મંગળવારથી વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. વાપી શહેર અને વલસાડ જિલ્લાની કુલ 26 શાળાઓના વિદ્યાર્થીઓ આ મહત્વપૂર્ણ પરીક્ષામાં બેસવાના છે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે વહીવટી તંત્ર અને શાળાઓ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો પર કડક ફ્લાઈંગ સ્ક્વોર્ડ અને ઓબ્ઝર્વરોની નિમણૂક કરવામાં આવી છે જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવી શકાય. વિદ્યાર્થીઓ માટે સમયપાલન અત્યંત અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. નિયમ મુજબ, સવારે 10:00 વાગ્યે શાળાના મુખ્ય ગેટ…

Read More

સેલવાસના રાંધામાં દેશની અત્યાધુનિક સૈનિક સ્કૂલ: લેહ-લદાખની દીકરીઓ માઈનસ તાપમાન છોડી લઈ રહી છે સૈન્યની તાલીમ

સેલવાસના રાંધામાં દેશની અત્યાધુનિક સૈનિક સ્કૂલ: લેહ-લદાખની દીકરીઓ માઈનસ તાપમાન છોડી લઈ રહી છે સૈન્યની તાલીમ

સેલવાસના રાંધામાં દેશની અત્યાધુનિક સૈનિક સ્કૂલ: લેહ-લદાખની દીકરીઓ માઈનસ તાપમાન છોડી લઈ રહી છે સૈન્યની તાલીમ દેશસેવાનું સપનું આંખોમાં સજાવીને આકરા તાપમાં પરસેવો પાડતી લેહ-લદાખની 7 દીકરીઓ આજે દાદરા નગર હવેલીના (DNH) સેલવાસમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. સંઘપ્રદેશના મોટા રાંધા ગામમાં અંદાજે 21 એકર જમીનમાં ₹50 કરોડના ખર્ચે નિર્મિત સુભાષચંદ્ર બોઝ સૈનિક સ્કૂલમાં હાલ લદાખ, મણિપુર અને ઉત્તર પ્રદેશ જેવા 19 વિવિધ રાજ્યોના 194 વિદ્યાર્થીઓ સૈન્ય શિક્ષણના પાઠ ભણી રહ્યા છે. આ અત્યાધુનિક શાળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટનો એક ભાગ છે, જેણે આઠ કેન્દ્રશાસિત પ્રદેશો પૈકી દાનહમાં પ્રથમ સૈનિક…

Read More

પારડીના સુખલાવના જંગલમાં અદભૂત નજારો: બૂલેટ ટ્રેન અને એક્સપ્રેસ-વે વચ્ચે માત્ર 100 મીટરનું અંતર

પારડીના સુખલાવના જંગલમાં અદભૂત નજારો: બૂલેટ ટ્રેન અને એક્સપ્રેસ-વે વચ્ચે માત્ર 100 મીટરનું અંતર

પારડીના સુખલાવના જંગલમાં અદભૂત નજારો: બૂલેટ ટ્રેન અને એક્સપ્રેસ-વે વચ્ચે માત્ર 100 મીટરનું અંતર વલસાડ જિલ્લામાં ભારત સરકારના બે સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ્સ — બૂલેટ ટ્રેન અને વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે — ની કામગીરી હાલ ગાઢ જંગલોની વચ્ચે પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન પારડી તાલુકાના સુખલાવ ગામ ની સરહદે એક અદભૂત દ્રશ્ય સામે આવ્યું છે, જ્યાં આ બંને મેગા પ્રોજેક્ટ્સ એકબીજાની અત્યંત નજીકથી પસાર થઈ રહ્યા છે. હિમાંશુ પંડયાના ફોટોસ્ટોરી અહેવાલ મુજબ, સુખલાવના જંગલ વિસ્તારમાં બૂલેટ ટ્રેનનો એલિવેટેડ ટ્રેક અને એક્સપ્રેસ-વે વચ્ચે માત્ર 100 મીટરનું અંતર જોવા મળી રહ્યું છે. આ…

Read More

વાપીમાં માતાએ નોકરીએ જવાનું કહેતા 20 વર્ષીય યુવતીનો વોટ્સએપ મેસેજ: ‘મને શોધવાની કોશિશ ન કરતા’

વાપીમાં માતાએ નોકરીએ જવાનું કહેતા 20 વર્ષીય યુવતીનો વોટ્સએપ મેસેજ: 'મને શોધવાની કોશિશ ન કરતા'

વાપીમાં માતાએ નોકરીએ જવાનું કહેતા 20 વર્ષીય યુવતીનો વોટ્સએપ મેસેજ: ‘મને શોધવાની કોશિશ ન કરતા’ વાપીના ભડકમોરા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સામાન્ય ઘરેલું ઠપકાથી નારાજ થઈને એક 20 વર્ષીય યુવતી ઘર છોડીને રહસ્યમય રીતે ગૂમ થઈ ગઈ છે. વાપીના ભડકમોરા સ્થિત નાની સુલપડ મણીનગર ખાતે પરાગભાઈ પટેલની ચાલીમાં રહેતા પાના રામદાસ યાદવે વાપી ટાઉન પોલીસ મથકે પોતાની પુત્રી ગૂમ થયા અંગેની ફરિયાદ નોંધાવી છે. તેમની 20 વર્ષીય પુત્રી આરાધ્યા ઉર્ફે સંગીતા રામદાસ યાદવ ગત 9 ફેબ્રુઆરી 2026 ના રોજ પોતાની મોટી બહેનને વોટ્સએપ પર મેસેજ કરીને…

Read More

વાપી ટાઉનમાં અલ્કાપુરી સોસાયટી પાસે ફૂટપાથના પેવરબ્લોક ઉખડી ગયા: રાહદારીઓ પરેશાન

વાપી ટાઉનમાં અલ્કાપુરી સોસાયટી પાસે ફૂટપાથના પેવરબ્લોક ઉખડી ગયા: રાહદારીઓ પરેશાન

વાપી ટાઉનમાં અલ્કાપુરી સોસાયટી પાસે ફૂટપાથના પેવરબ્લોક ઉખડી ગયા: રાહદારીઓ પરેશાન વાપીના ટાઉન વિસ્તારમાં વિકાસકાર્યોની વચ્ચે સામાન્ય નાગરિકોની સુવિધા ખોરવાઈ હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. વાપી બજારમાં કુમારશાળાની પાછળના ભાગે આવેલી અલ્કાપુરી સોસાયટી રોડ પર હાલમાં આરસીસી (RCC) માર્ગ બનાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. જોકે, આ વિકાસલક્ષી કામગીરી દરમિયાન બેદરકારીના કારણે રાહદારીઓ માટે બનાવેલા ફૂટપાથના પેવરબ્લોક ઉખડી ગયા છે. આ સમસ્યાને કારણે સ્થાનિક રહીશો અને બજારમાં આવતા સેંકડો લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, રોડ બનાવવાની પ્રક્રિયા દરમિયાન ભારે મશીનરીના ઉપયોગ…

Read More