પારડીના અરનાલાનો જીવદયા પ્રેમી યુવક શિવરાત્રિએ જ નાગના દંશથી મોતને ભેટ્યો, ગામમાં શોકનું મોજું

પારડીના અરનાલાનો જીવદયા પ્રેમી યુવક શિવરાત્રિએ જ નાગના દંશથી મોતને ભેટ્યો, ગામમાં શોકનું મોજું

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અરનાલા ગામે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વર્ષોથી નિઃસ્વાર્થ ભાવે સાપ અને અન્ય વન્યજીવોનું રેસ્ક્યુ કરતા જીવદયા પ્રેમી નિરવ ધીરુભાઈ પટેલનું મહાશિવરાત્રીના પવિત્ર દિવસે જ સર્પદંશને કારણે મોત નીપજ્યું છે. અરનાલાના દાદરી ફળીયામાં રહેતા નીરવભાઈ શિવરાત્રીના દિવસે સામરપાડાના હનુમાન ફળીયામાં એક ઝેરી કોબ્રા સાપનું રેસ્ક્યુ કરવા ગયા હતા, જ્યાં સાપે તેમને દંશ માર્યો હતો. ગંભીર હાલતમાં તેમને ધરમપુરની સાઈનાથ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. આ ઘટનાની વિગત એવી છે કે મહાશિવરાત્રીના બરાબર એક…

Read More

દમણમાં ગૌશાળાના લાભાર્થે ભાગવત કથા: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

દમણમાં ગૌશાળાના લાભાર્થે ભાગવત કથા: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

દમણના ડોરી કડઇયા ખાતે ગૌ રક્ષામંચ દ્વારા પીડાગ્રસ્ત ગૌશાળાના લાભાર્થે આયોજિત ભાગવત કથામાં સોમવારે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલભાઇ શુક્લની આ 889મી ભાગવત કથા છે, જેમાં ચોથા દિવસે મુખ્ય પ્રસંગ એવા ‘કૃષ્ણ જન્મોત્સવ’ની અત્યંત ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ ગોપાલ દાદા અને અગ્રણી ઉદ્યોગપતિ અનિલભાઈ અગ્રવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કથાના પ્રારંભે માક્ષિત રાજ્યગુરુ અને કિશન દવે દ્વારા કાગભૂશુંડી રામાયણના પાઠ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ મુખ્ય યજમાન હર્ષલભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા પોથી પૂજન અને વ્યાસ પૂજન સંપન્ન…

Read More

વાપીમાં બિનવારસી લાશોના આત્માની શાંતિ માટે બ્રહ્મસમાજ દ્વારા મહાશિવરાત્રી પર વિશેષ પૂજન

વાપીમાં બિનવારસી લાશોના આત્માની શાંતિ માટે બ્રહ્મસમાજ દ્વારા મહાશિવરાત્રી પર વિશેષ પૂજન

વાપીના સલવાવ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મહાશિવરાત્રીના પવિત્ર પર્વની એક અનોખી અને માનવીય અભિગમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ, વાપી દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં પ્રખ્યાત કથાકાર ધરમભાઈ જોશીના સાનિધ્યમાં 50થી વધુ ભૂદેવોએ એકસાથે મળીને મહારુદ્રાભિષેક અને વિશેષ પૂજન વિધિ સંપન્ન કરી હતી. આ પ્રસંગની સૌથી નોંધપાત્ર બાબત એ હતી કે, વર્ષ 2006થી ચાલી આવતી પરંપરા મુજબ, પોલીસ દફતરે નોંધાયેલી અને જેમના કોઈ વાલીવારસ નથી તેવી બિનવારસી લાશોના આત્માની શાંતિ માટે ખાસ પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ વિશેષ પૂજન કાર્યક્રમમાં વાપીના ડીવાયએસપી…

Read More

વાપી રેલવે સ્ટેશને આતંકી હોવાનો ફેલાયો ફફડાટ: પોલીસ અને એજન્સીઓનું મેગા સર્ચ ઓપરેશન

વાપી રેલવે સ્ટેશને આતંકી હોવાનો ફેલાયો ફફડાટ: પોલીસ અને એજન્સીઓનું મેગા સર્ચ ઓપરેશન

વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન પર સોમવારે બપોરે તે સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે પોલીસ કંટ્રોલ રૂમ 112 પર એક અજ્ઞાત વ્યક્તિનો ફોન આવ્યો હતો. કોલ કરનારે વાપી સ્ટેશન પર આતંકી હોવાની શંકા વ્યક્ત કરી હતી, જેને પગલે વલસાડ સિટી પોલીસ, SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ), GRP (ગવર્નમેન્ટ રેલવે પોલીસ), RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ), સ્ટેટ IB અને BDDS (બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ) ની સંયુક્ત ટીમો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી. GRP ના પીઆઈ ડી.એચ. ગોરની આગેવાનીમાં તપાસ એજન્સીઓએ પ્લેટફોર્મ, વેટિંગ રૂમ અને સ્ટેશનના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસને આ…

Read More

આધુનિક વિકાસ અને ખેતીનો સંગમ: 84% સાક્ષરતા દર સાથે પારડીનું આદર્શ ગામ મોતીવાડા

આધુનિક વિકાસ અને ખેતીનો સંગમ: 84% સાક્ષરતા દર સાથે પારડીનું આદર્શ ગામ મોતીવાડા

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલું મોતીવાડા ગામ આજે કુદરતી સૌંદર્ય અને આધુનિક વિકાસના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. અંદાજે 83.96% (84%) સાક્ષરતા દર ધરાવતા આ ગામમાં સરપંચ જયસુખભાઈ નાયકા અને તેમની ટીમ દ્વારા છેલ્લા સાડા ત્રણ વર્ષમાં માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર ફેરફાર લાવવામાં આવ્યો છે. ગામની 70% વસ્તી આજે પણ ખેતી પર નિર્ભર છે, પરંતુ રખડતા ઢોરના ત્રાસને કારણે ખેડૂતોએ પરંપરાગત ડાંગરને બદલે હવે ઉચ્ચ ગુણવત્તાવાળી કેરી અને ચીકુની બાગાયતી ખેતી તરફ વળાંક લીધો છે. ગામના વિકાસની નવી ઓળખ સમાન નેશનલ હાઈવે-48 (NH-48) પર લગાવવામાં આવેલું “I Love Motiwada”…

Read More

પારડીના પલસાણામાં ઐતિહાસિક ગંગાજી મેળાનો પ્રારંભ: સુરક્ષા માટે મેળામાં CCTV કેમેરાનું લોખંડી કવચ

પારડીના પલસાણામાં ઐતિહાસિક ગંગાજી મેળાનો પ્રારંભ: સુરક્ષા માટે મેળામાં CCTV કેમેરાનું લોખંડી કવચ

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પલસાણા ગામે મહાશિવરાત્રીના પાવન પર્વે યોજાતા સુપ્રસિદ્ધ અને પ્રાચીન ગંગાજી મેળાનો ધામધૂમથી પ્રારંભ થયો છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ મેળામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતું હોવાથી સુરક્ષા વ્યવસ્થાને લઈને પારડી પોલીસ અત્યંત સજ્જ બની છે. આ વખતે મેળાના મેદાન અને આસપાસના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ પર સીસીટીવી (CCTV) કેમેરાનું લોખંડી કવચ ગોઠવવામાં આવ્યું છે, જેથી અસામાજિક તત્વો પર પોલીસની સીધી નજર રહેશે. પારડી પોલીસ મથકના પી.આઈ. જે.આર. ગઢવીએ મેળાના પ્રથમ દિવસે જાતે હાજર રહીને કંટ્રોલ રૂમમાંથી સીસીટીવી મોનિટરિંગનું સઘન નિરીક્ષણ કર્યું હતું. પલસાણાનો આ ગંગાજી મેળો…

Read More

વાપી ગુંજન પ્રાઇમ સર્કલ પર ટ્રાફિકથી મુક્તિ ક્યારે? ગેરેજ સંચાલકોના અડિંગાથી વાહન ચાલકો પરેશાન

વાપી ગુંજન પ્રાઇમ સર્કલ પર ટ્રાફિકથી મુક્તિ ક્યારે? ગેરેજ સંચાલકોના અડિંગાથી વાહન ચાલકો પરેશાન

વાપીના સૌથી વ્યસ્ત ગણાતા જીઆઇડીસી ગુંજન વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન જટીલ બની રહી છે. ખાસ કરીને ગુંજન સ્થિત પ્રાઈમ હોટલની સામે આવેલા મુખ્ય માર્ગ પર એક કાર ગેરેજ સંચાલક દ્વારા કરવામાં આવતા ગેરકાયદે દબાણોને કારણે સામાન્ય વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગેરેજ સંચાલક જાહેર માર્ગ પર પોતાની અને રિપેરિંગમાં આવેલી કારો અસ્તવ્યસ્ત રીતે પાર્ક કરી દે છે, જેના કારણે પીક અવર્સ દરમિયાન અહીંથી પસાર થવું મુશ્કેલ બની જાય છે. સ્થાનિક વાહન ચાલકોનો આક્ષેપ છે કે, આ ગેરેજ સંચાલક માત્ર રસ્તો રોકીને બેસી નથી જતો, પરંતુ…

Read More

વાપી સોશિયલ ગ્રુપ દ્વારા સિદ્ધનાથ મહાદેવ મંદિરે મહાપ્રસાદનું વિતરણ: 2300 થી વધુ ભક્તોએ લીધો લાભ

વાપી સોશિયલ ગ્રુપ દ્વારા સિદ્ધનાથ મહાદેવ મંદિરે મહાપ્રસાદનું વિતરણ: 2300 થી વધુ ભક્તોએ લીધો લાભ

વાપીના જાણીતા સેવાકીય સંગઠન વાપી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે એક પ્રેરણીય સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી. વાપી ટાઉન વિસ્તારમાં આવેલા ઐતિહાસિક જૂના સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ટ્રસ્ટ દ્વારા સવારથી સાંજ સુધી વિશાળ પ્રસાદ વિતરણનું આયોજન કરાયું હતું. આ આયોજન હેઠળ અંદાજે 2300 જેટલા શિવ ભક્તોને ફ્રૂટ, બટાકાની વેફર અને પીવાના પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેનેજિંગ ટ્રસ્ટી અને જાણીતા સમાજ સેવક કિરણ રાવલ અને તેમના સાથી સભ્યોએ આ સેવા યજ્ઞમાં સક્રિય ફાળો આપ્યો હતો. વલસાડ જિલ્લામાં એકમાત્ર એવું ટ્રસ્ટ જે છેલ્લા 8 વર્ષથી વર્ષના…

Read More

વાપી ICAI ક્રિકેટ ટીમનો ભવ્ય વિજય: VDGPA કપમાં પ્રથમ વખત બની ચેમ્પિયન

વાપી ICAI ક્રિકેટ ટીમનો ભવ્ય વિજય: VDGPA કપમાં પ્રથમ વખત બની ચેમ્પિયન

વાપીની સીએ ઇન્સ્ટિટ્યૂટ (ICAI) ની ક્રિકેટ ટીમે રમતગમતના મેદાનમાં નવો ઇતિહાસ રચી દીધો છે. વાપીના કનુભાઈ દેસાઈ સ્ટેડિયમ ખાતે યોજાયેલી 7મી વીડીજીપીએ (VDGPA) કપની અત્યંત રોમાંચક ફાઈનલ મેચમાં વાપી આઈસીએઆઈની ટીમે આયોજક ટીમ સામે શાનદાર વિજય મેળવીને પ્રથમ વખત ચેમ્પિયન બનવાનું બહુમાન પ્રાપ્ત કર્યું છે. આ ઐતિહાસિક જીત સાથે જ વાપી સીએ બ્રાન્ચના સભ્યો અને રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાપી બ્રાન્ચના ચેરમેન સીએ સુમિત દોશીના નેતૃત્વમાં ટીમનું પ્રદર્શન સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન નોંધપાત્ર રહ્યું હતું. આ વર્ષ વાપી આઈસીએઆઈ માટે સિદ્ધિઓનું વર્ષ સાબિત થયું છે, કારણ કે આ…

Read More

દમણમાં ભાગવત કથામાં ગૌસેવા માટે દાનની સરવાણી: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વ્યાસપીઠનું સન્માન

દમણમાં ભાગવત કથામાં ગૌસેવા માટે દાનની સરવાણી: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વ્યાસપીઠનું સન્માન

દમણના દોરીકઢેયા સિગ્નલ ખાતે હાલ પ્રખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લની 889મી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની ભવ્ય મિજબાની ચાલી રહી છે. કથાના ત્રીજા દિવસે નૃસિંહ પ્રાગટ્ય અને પ્રહલાદ ચરિત્રના પ્રસંગોનું અત્યંત ભાવપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અવસરે ઘેલવડ ડાભેલના સરપંચ હિતાક્ષીબેન જીજ્ઞેશભાઈ પટેલે પોથીપૂજનની વિધિ સંપન્ન કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્ય યજમાન હર્ષલભાઈ પટેલ અને આચાર્ય ચેતનભાઈ જોષી દ્વારા પધારેલા તમામ મહેમાનો અને શ્રોતાઓનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૌશાળાના લાભાર્થે અને ગૌસેવાના ઉમદા હેતુથી યોજાયેલી આ કથામાં દમણ પ્રદેશના દાનવીરો તરફથી દાનનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. ગૌરક્ષા મંચના…

Read More