ભીલાડ ફાટક ટ્રેક રિપેરિંગ માટે 7 જાન્યુઆરી સુધી બંધ: સરીગામના ઉદ્યોગો અને વાહનચાલકોને મોટો ચકરાવો | Bhilad Railway Crossing Closed Until Jan 7 for Maintenance

ભીલાડ ફાટક ટ્રેક રિપેરિંગ માટે 7 જાન્યુઆરી સુધી બંધ: સરીગામના ઉદ્યોગો અને વાહનચાલકોને મોટો ચકરાવો | Bhilad Railway Crossing Closed Until Jan 7 for Maintenance   વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે આવેલું રેલવે ફાટક નંબર 74 ફરી એકવાર મરામત કાર્ય માટે બંધ કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેક અને રોડ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવતા 3 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી આ ફાટક પરથી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે સરીગામ જીઆઈડીસીના ઉદ્યોગો અને હજારો વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડશે. 700થી વધુ ઔદ્યોગિક એકમોને અસર…

Read More

Umbergaon News Today, Bhilad, Sanjan & Nargol Updates — 04 December 2025

કરમબેલામાં સરપંચ સામે સત્તાના દુરઉપયોગની મામલતદારને રાવ:   ઉમરગામ તાલુકાના Karambele ખાતે રહેણાંક જમીન દબાણ અંગે વર્તમાન સરપંચે આપેલી નોટિસને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. માજી સરપંચ અને તેમના પરિવારને નોટિસ આપવામાં આવતા સમગ્ર ગામ અને તાલુકા સ્તરે તેની ચકાસણી કરવાની માંગ ઉઠી છે. સ્થાનિકોએ કહ્યું કે આવી સંવેદનશીલ બાબતમાં મનસ્વી નોટિસ આપવાથી સામાજિક અસંતુલન અને ભય ફેલાઈ શકે છે, તેથી અધિકૃત તપાસ જરૂરી બની ગઈ છે. સરપંચે દબાણની નોટિસ આપતા માજી સરપંચે મામલતદાર સમક્ષ પુરાવા રજૂ કર્યા: કરમબેલા ગામના માજી સરપંચ જીજ્ઞેશ પટેલનું કોરોનાના કાળ દરમિયાન અવસાન થયું હતું.…

Read More

Umbergaon News Today, Bhilad, Sanjan & Nargol Updates — 03 December 2025

વલવાડામાં દીકરીના લગ્ન માટે રાખેલા એક લાખ ઘરની આગમાં સ્વાહા, પરિવાર કામ અર્થે બહાર ગયો ત્યારે બની ઘટના   ઉમરગામ તાલુકાના વલવાડા સડક ફળિયામાં સોમવારે સાંજે એક પરિવાર પર અચાનક આફત તૂટી પડી હતી. હળપતિ પરિવારના બંધ ઘરમાં લાગેલી ભયાનક આગમાં દીકરીના લગ્ન માટે રાખેલી એક લાખ રૂપિયાની રોકડ સહિત ઘર વખરી, ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક સામાન બળીને ભસ્મ થઈ ગયો હતો. પરિવારના સભ્યો કામ અર્થે બહાર ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. વલવાડા સડક ફળિયામાં રહેતા નરેશભાઈ છીબુભાઈ હળપતિનો પરિવાર દીકરીના લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતો. 1 ડિસેમ્બરના રોજ સાંજે…

Read More

Umbergaon News Today, Bhilad, Sanjan & Nargol Updates — 02 December 2025

ઉમરગામમાં કામદારોનું શોષણ થશે તો જીઆઈડીસી બંધ કરાવી દઈશું: ચૈતર વસાવા ઉમરગામ તાલુકાની કેટલીક કંપનીઓ દ્વારા સરકારના મિનિમમ વેજીસના પરિપત્રનું પાલન ન થતું હોવા તેમજ બહેન-દીકરીઓ અને શ્રમિકોના શોષણની ફરિયાદોને લઈને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરીગામ બિરસા મુંડા પ્રતિમાથી સરીગામ જીઆઈડીસી સુધી પદયાત્રા યોજી હતી. સરીગામ બાયપાસથી નીકળેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પદયાત્રા દરમિયાન ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે ઉમરગામ તાલુકાની કેટલીક કંપનીઓમાં સ્થાનિક કામદારોને ડોડીયા મજૂર તરીકે રાખી પગાર સ્લીપ, પીએફ, બોનસ, વીમો, ઓવરટાઈમ, ઈન્ક્રિમેન્ટ, ઈએસઆઈ જેવી સુવિધાઓ આપવામાં આવતી નથી. તેમણે જણાવ્યું હતું કે…

Read More