નવસારીમાં ‘જીવનની બીજી ઇનિંગ્સમાં ડિજિટલ તૈયારી’ પર વાર્તાલાપ યોજાશે | Digital Readiness for the Second Innings of Life Talk in Navsari

નવસારીમાં ‘જીવનની બીજી ઇનિંગ્સમાં ડિજિટલ તૈયારી’ પર વાર્તાલાપ યોજાશે | Digital Readiness for the Second Innings of Life Talk in Navsari   નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી એનએમએ ટોક શૃંખલા અંતર્ગત ‘જીવનની બીજી ઇનિંગ્સમાં ડિજિટલ તૈયારી’ વિષય પર વિશેષ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 3 જાન્યુઆરી, શનિવારે સવારે 10 વાગ્યાથી બપોરે 1.30 વાગ્યા સુધી નવસારી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ બિલ્ડીંગ ખાતે યોજાનાર છે. આ વાર્તાલાપમાં જે.બી. પટેલ, પંજાબ નેશનલ બેન્કના નિવૃત્ત બેન્કર, તેમજ રમેશ મૂળવાણી, વિજયા બેન્કના નિવૃત્ત બેન્કર તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. બંને વક્તાઓ…

Read More

ખેરગામ ઝંડાચોક પર ડ્રેનેજના ગંદા પાણીનો ત્રાસ, 7 દિવસમાં ઉકેલ નહીં તો ધરણાં | Khergam Zandachok Drainage Issue Sparks Protest Threat

ખેરગામ ઝંડાચોક પર ડ્રેનેજના ગંદા પાણીનો ત્રાસ, 7 દિવસમાં ઉકેલ નહીં તો ધરણાં | Khergam Zandachok Drainage Issue Sparks Protest Threat   ખેરગામના ઝંડાચોક વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ખાનગી ડ્રેનેજ લાઈનમાંથી દુર્ગંધવાળું ગંદું પાણી સતત ઉભરાતું હોવાથી સ્થાનિક રહીશો અને દુકાનદારો પરેશાન થઈ રહ્યા છે. સમસ્યા ઉકેલવા માટે સ્થાનિક દુકાનદારો અને રહીશોએ મામલતદાર, ગ્રામ પંચાયત, ટીડીઓ તેમજ આરોગ્ય વિભાગ સમક્ષ રજૂઆત કરી છે. સાથે જ 7 દિવસમાં ગંદા પાણીનો પ્રવાહ બંધ નહીં થાય તો પ્રતીક ધરણાં કરવાની ચીમકી આપવામાં આવી છે. છેલ્લા દોઢેક માસથી ઝંડાચોક ભવાની માતાના મંદિર પાસે ગટરનું…

Read More

Navsari City News Today, Latest Local Updates — 03 December 2025

અસમાજિક તત્વોનો આતંક, અન્યની અદાવતમાં વરેલીના વેપારીની દુકાન અને બે વાહનો સળગાવ્યા, કડોદરામાં ભયનો માહોલ   કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વરેલી ગામના ખેતેશ્વર શોપિંગ સેન્ટરમાં સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. અંગત અદાવતમાં બે અજાણ્યા ઇસમોએ પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી છાંટીને એક વેપારીની દુકાન તેમજ તેની બહાર પાર્ક કરેલા બે વાહનોને આગ ચાંપી દીધી હતી. બનાવને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. મૂળ બિહારના અને હાલ વરેલીના નંદિની કોમ્પ્લેક્સમાં રહેતા 35 વર્ષીય રાજુકુમાર રામકુંદલરામ પાસવાનની ખેતેશ્વર શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાન નં. જી-1માં આ ઘટના બની હતી. તારીખ 1…

Read More

Bilimora News Today, Chikhli, Khergam & Vansda Updates — 03 December 2025

બહેજની નવજીવન માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ અતુલ ઇન્સ્ટિટ્યુટની મુલાકાત લીધી   ખેરગામ તાલુકાના બહેજ ગામની ભારતીય પ્રગતિ મંડળ સંચાલિત નવજીવન માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ સોમવાર 1 ડિસેમ્બરના રોજ વોકેશનલ ટ્રેડ વિષય અંતર્ગત ધરમપુર–ઓઝરપાડા વિસ્તારમાં આવેલ અતુલ ઇન્સ્ટિટ્યુટની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને ઉદ્યોગક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતી મશીનરીઓનું રૂબરૂ નિદર્શન કરાવવામાં આવ્યું હતું. અતુલ ઇન્સ્ટિટ્યુટના આચાર્ય, શિક્ષકો અને સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાયોગિક તાલીમ અંગે સમજ આપવામાં આવી હતી તથા મશીનરીઓના કાર્યવિધી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પ્રેક્ટિકલ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે રસ અને ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આ શૈક્ષણિક…

Read More

Navsari City News Today, Latest Local Updates — 02 December 2025

નવસારીના વિપુલ મકવાણાની જિલ્લા એસસી સેલના પ્રમુખ તરીકે નિમણૂંક   અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી અનુસૂચિત જાતિ વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ એડવોકેટ રાજેન્દ્ર પાલ ગૌતમ દ્વારા ગુજરાત કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગની સંગઠન સમિતિની ઘોષણા કરવામાં આવી છે. આ સંગઠનાત્મક જાહેરાત અંતર્ગત નવસારી જિલ્લાના એસસી સેલના પ્રમુખ તરીકે વિપુલ મકવાણાની નિમણૂંક કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીના અનુસૂચિત જાતિ વિભાગની સંગઠનાત્મક રચનાને વધુ મજબૂત બનાવવા માટે આ નિમણૂંક કરવામાં આવી હોવાનું જણાવાયું છે. વિપુલ મકવાણાની નિમણૂંકને પગલે નવસારી જિલ્લામાં કોંગ્રેસના એસસી સેલની પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવસારી…

Read More

Bilimora News Today, Chikhli, Khergam & Vansda Updates — 01 December 2025

ખેરગામ કુમાર અને વાડ પ્રાથમિક શાળાનો PM SHREE Gujarat યોજનામાં સમાવેશ ખેરગામ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓ માટે આ સમાચાર ગર્વની બાબત બન્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેરગામની કુમાર શાળા અને વાડ ગામની મુખ્ય શાળાનો PM SHREE Gujarat (PMSHREE-GOG Scheme) હેઠળ સમાવેશ કરવામાં આવતા શિક્ષણ ક્ષેત્રે નવી તક ઉભી થઈ છે. આ યોજનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના Holistic Development ને પ્રોત્સાહન આપવાનો છે. રાજ્ય સરકારે વર્ષ 2025-26 માટે સરકારી પ્રાથમિક શાળાઓમાં Infrastructure Development, Digital Learning તથા Co-curricular Activitiesને મજબૂત બનાવવા PM SHREE Gujarat યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત રાજ્યની કુલ…

Read More