વલસાડમાં ખાણ ખનીજ વિભાગનો મોટો દરોડો: દમણગંગા નદીમાંથી રેતી ચોરી ઝડપાઈ, 40 લાખનો મુદ્દામાલ સીઝ વલસાડ જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. વલસાડ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની સૂચના હેઠળ ખાણ ખનીજ વિભાગની ટીમે કપરાડા તાલુકાના બુરવડ ગામે દમણગંગા નદીના પટમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે રેતીનું ખનન અને વહન કરતા 01 યાંત્રિક નાવડી, 01 જેસીબી મશીન અને 02 ટેમ્પો/ટ્રક મળી અંદાજે કુલ રૂ. 40 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી સેલવાસ અને ગુજરાત રાજ્યની સરહદ પર આવેલા મધુબન ડેમ અને દમણગંગા…
Read MoreAuthor: TeamLokGujarati
વલસાડ જિલ્લામાં આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની તૈયારી: 11,273 નામો ગેરલાયક ઠરતા કમી કરાયા
વલસાડ જિલ્લામાં આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની તૈયારી: 11,273 નામો ગેરલાયક ઠરતા કમી કરાયા ભારત ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ મતદાર યાદી સુધારણા (Special Voter List Summary Revision) પ્રક્રિયા હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી સઘન તપાસ અને સુનાવણીના અંતે જિલ્લામાં કુલ 11,273 મતદારો ગેરલાયક ઠર્યા છે, જેમના નામો આખરી યાદીમાંથી કમી કરી દેવામાં આવ્યા છે. આગામી 17 ફેબ્રુઆરી 2026 ના રોજ તંત્ર દ્વારા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ પ્રક્રિયા માટે 1200 થી વધુ બીએલઓ (BLO) દ્વારા…
Read Moreધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે નિષ્ણાતો આપશે માર્ગદર્શન: વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર
ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે નિષ્ણાતો આપશે માર્ગદર્શન: વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આગામી 26 ફેબ્રુઆરી, 2026 થી શરૂ થઈ રહી છે. પરીક્ષાના આ અંતિમ દિવસોમાં વિદ્યાર્થીઓમાં જોવા મળતી મૂંઝવણ અને ડરને દૂર કરવા માટે એક વિશેષ ‘સંપર્ક સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 18 ફેબ્રુઆરી થી વિષય નિષ્ણાતોની એક ખાસ પેનલ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબો આપશે. વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નો, નામ, શહેર અને ધોરણની વિગત સાથે વોટ્સએપ નંબર 8770591880 પર મોકલી શકશે, જેના જવાબો…
Read Moreધો. 12 સાયન્સના ટોપર રુદ્રેશ જોષીની સફળતાની ટિપ્સ: ટેક્સ્ટબુકને બનાવો હથિયાર અને રોજ સોલ્વ કરો 100 MCQs
ધો. 12 સાયન્સના ટોપર રુદ્રેશ જોષીની સફળતાની ટિપ્સ: ટેક્સ્ટબુકને બનાવો હથિયાર અને રોજ સોલ્વ કરો 100 MCQs વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ આગામી 26 ફેબ્રુઆરી, 2026 થી પ્રારંભ થઈ રહી છે. પરીક્ષાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ફાળ બંને જોવા મળી રહ્યા છે. આ સમયે વર્ષ 2025 ના વલસાડ જિલ્લાના સાયન્સ પ્રવાહના ટોપર અને પારડીના વતની રુદ્રેશ જયેશ જોષી એ પરીક્ષાર્થીઓ માટે પોતાની સફળતાનું ભાથું પીરસ્યું છે. રુદ્રેશ જોષી, જેમણે ગત વર્ષે 99.89 PR સાથે જિલ્લામાં ડંકો વગાડ્યો હતો, તેમણે જણાવ્યું…
Read Moreપારડીના સુખલાવના જંગલમાં અદભૂત નજારો: બૂલેટ ટ્રેન અને એક્સપ્રેસ-વે વચ્ચે માત્ર 100 મીટરનું અંતર
પારડીના સુખલાવના જંગલમાં અદભૂત નજારો: બૂલેટ ટ્રેન અને એક્સપ્રેસ-વે વચ્ચે માત્ર 100 મીટરનું અંતર વલસાડ જિલ્લામાં ભારત સરકારના બે સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ્સ — બૂલેટ ટ્રેન અને વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે — ની કામગીરી હાલ ગાઢ જંગલોની વચ્ચે પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન પારડી તાલુકાના સુખલાવ ગામ ની સરહદે એક અદભૂત દ્રશ્ય સામે આવ્યું છે, જ્યાં આ બંને મેગા પ્રોજેક્ટ્સ એકબીજાની અત્યંત નજીકથી પસાર થઈ રહ્યા છે. હિમાંશુ પંડયાના ફોટોસ્ટોરી અહેવાલ મુજબ, સુખલાવના જંગલ વિસ્તારમાં બૂલેટ ટ્રેનનો એલિવેટેડ ટ્રેક અને એક્સપ્રેસ-વે વચ્ચે માત્ર 100 મીટરનું અંતર જોવા મળી રહ્યું છે. આ…
Read Moreવલસાડ જિલ્લામાં માવઠાથી ડાંગરના પાકને કરોડોનું નુકસાન: 1600 ખેડૂતોનું વળતર હજુ પણ અદ્ધરતાલ
વલસાડ જિલ્લામાં માવઠાથી ડાંગરના પાકને કરોડોનું નુકસાન: 1600 ખેડૂતોનું વળતર હજુ પણ અદ્ધરતાલ વલસાડ જિલ્લામાં ગત ચોમાસા બાદ કાપણીના સમયે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. જિલ્લાના 469 ગામોમાં ડાંગરના પાકને થયેલા વ્યાપક નુકસાન બાદ સરકાર દ્વારા વળતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ ત્રણ મહિના વીતી જવા છતાં હજુ પણ 1600 વળતર અરજીઓનો નિકાલ બાકી હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ આર્થિક ફટકો ધરમપુર અને વલસાડ તાલુકાના ખેડૂતોને પડ્યો છે. આંકડાકીય વિગતો મુજબ, ધરમપુર તાલુકામાં 688.67 લાખ અને વલસાડ તાલુકામાં 663.85 લાખ રૂપિયાનું અંદાજિત નુકસાન નોંધાયું…
Read Moreવાપીમાં માતાએ નોકરીએ જવાનું કહેતા 20 વર્ષીય યુવતીનો વોટ્સએપ મેસેજ: ‘મને શોધવાની કોશિશ ન કરતા’
વાપીમાં માતાએ નોકરીએ જવાનું કહેતા 20 વર્ષીય યુવતીનો વોટ્સએપ મેસેજ: ‘મને શોધવાની કોશિશ ન કરતા’ વાપીના ભડકમોરા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સામાન્ય ઘરેલું ઠપકાથી નારાજ થઈને એક 20 વર્ષીય યુવતી ઘર છોડીને રહસ્યમય રીતે ગૂમ થઈ ગઈ છે. વાપીના ભડકમોરા સ્થિત નાની સુલપડ મણીનગર ખાતે પરાગભાઈ પટેલની ચાલીમાં રહેતા પાના રામદાસ યાદવે વાપી ટાઉન પોલીસ મથકે પોતાની પુત્રી ગૂમ થયા અંગેની ફરિયાદ નોંધાવી છે. તેમની 20 વર્ષીય પુત્રી આરાધ્યા ઉર્ફે સંગીતા રામદાસ યાદવ ગત 9 ફેબ્રુઆરી 2026 ના રોજ પોતાની મોટી બહેનને વોટ્સએપ પર મેસેજ કરીને…
Read Moreવાપી ટાઉનમાં અલ્કાપુરી સોસાયટી પાસે ફૂટપાથના પેવરબ્લોક ઉખડી ગયા: રાહદારીઓ પરેશાન
વાપી ટાઉનમાં અલ્કાપુરી સોસાયટી પાસે ફૂટપાથના પેવરબ્લોક ઉખડી ગયા: રાહદારીઓ પરેશાન વાપીના ટાઉન વિસ્તારમાં વિકાસકાર્યોની વચ્ચે સામાન્ય નાગરિકોની સુવિધા ખોરવાઈ હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. વાપી બજારમાં કુમારશાળાની પાછળના ભાગે આવેલી અલ્કાપુરી સોસાયટી રોડ પર હાલમાં આરસીસી (RCC) માર્ગ બનાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. જોકે, આ વિકાસલક્ષી કામગીરી દરમિયાન બેદરકારીના કારણે રાહદારીઓ માટે બનાવેલા ફૂટપાથના પેવરબ્લોક ઉખડી ગયા છે. આ સમસ્યાને કારણે સ્થાનિક રહીશો અને બજારમાં આવતા સેંકડો લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, રોડ બનાવવાની પ્રક્રિયા દરમિયાન ભારે મશીનરીના ઉપયોગ…
Read Moreપારડીમાં વકીલો માટે ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન: 16 ટીમો વચ્ચે જામ્યો રસાકસીભર્યો જંગ
પારડીમાં વકીલો માટે ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન: 16 ટીમો વચ્ચે જામ્યો રસાકસીભર્યો જંગ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નાનાવાઘછીપા પથ છીત્રાપારડી ગ્રાઉન્ડ ખાતે રમતગમત અને સ્મૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. પારડી બાર એસોસિએશન દ્વારા સ્વ. દિનેશ રામુભાઈ પટેલ (એડવોકેટ) ના સ્મરણાર્થે એક ભવ્ય ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ જિલ્લાના જૂજવા ગામના વતની અને ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમના ઉગતા સિતારા હેનીલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હેનીલે યુવા વકીલો અને ખેલાડીઓને રમતગમત સાથે અનુશાસનનું મહત્વ સમજાવી પ્રોત્સાહિત કર્યા હતા. આ રમત ઉત્સવમાં ન્યાયિક…
Read Moreવાપીની જ્ઞાનગંગા સ્કૂલમાં માતૃ-પિતૃ પૂજન દિવસની ભવ્ય ઉજવણી: 1500 થી વધુ વિદ્યાર્થીઓએ માતા-પિતાના આશીર્વાદ લીધા
વાપીની જ્ઞાનગંગા સ્કૂલમાં માતૃ-પિતૃ પૂજન દિવસની ભવ્ય ઉજવણી: 1500 થી વધુ વિદ્યાર્થીઓએ માતા-પિતાના આશીર્વાદ લીધા વાપીના છીરી વિસ્તારમાં આવેલી પ્રખ્યાત જ્ઞાનગંગા સ્કૂલ (Gyan Ganga School) માં 14 ફેબ્રુઆરીના રોજ ‘માતૃ-પિતૃ પૂજન’ દિવસની અત્યંત ભાવુક અને સંસ્કારમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. આ વિશેષ કાર્યક્રમમાં શાળાના અલગ-અલગ ધોરણના 1500 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પોતાના માતા-પિતાની પૂજા-અર્ચના કરી, તેમને તિલક લગાવી અને આરતી ઉતારીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. શાળાના ચેરમેન સંદીપ પટેલે (Sandeep Patel) આ પ્રસંગે હાજર રહીને બાળકો અને વાલીઓને સંબોધિત કરતા ભારતીય સંસ્કૃતિના…
Read More