September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Vapi Salvav

વાપીમાં બિનવારસી લાશોના આત્માની શાંતિ માટે બ્રહ્મસમાજ દ્વારા મહાશિવરાત્રી પર વિશેષ પૂજન

વાપીના સલવાવ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મહાશિવરાત્રીના પવિત્ર પર્વની એક અનોખી અને માનવીય અભિગમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ, વાપી દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં પ્રખ્યાત કથાકાર ધરમભાઈ જોશીના સાનિધ્યમાં 50થી વધુ ભૂદેવોએ એકસાથે મળીને મહારુદ્રાભિષેક અને વિશેષ પૂજન વિધિ સંપન્ન કરી હતી. આ પ્રસંગની સૌથી નોંધપાત્ર બાબત એ હતી કે, વર્ષ 2006થી ચાલી આવતી પરંપરા મુજબ, પોલીસ દફતરે નોંધાયેલી અને જેમના કોઈ વાલીવારસ નથી તેવી બિનવારસી લાશોના આત્માની શાંતિ માટે ખાસ પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ વિશેષ પૂજન કાર્યક્રમમાં વાપીના ડીવાયએસપી (DySP) બી.એન. દવે અને વલસાડ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મુકેશ તિવારી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોનું બ્રહ્મસમાજ દ્વારા ભાવભેર સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પ્રદેશ ટીમમાં નિમણૂક પામેલા કિશોર બધેકા, ચંદ્રકાંત વ્યાસ અને મહિલા મંડળના નવનિયુક્ત પ્રમુખ એડવોકેટ હેમાબેન વ્યાસનું પણ વિશેષ બહુમાન કરાયું હતું. પૂજ્ય પુરાણી સ્વામીજીએ ઉપસ્થિત સૌને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, જેમના કોઈ નથી એવા આત્માઓ માટે પ્રાર્થના કરવી એ સાચી શિવ ભક્તિ છે.

સલવાવ ગુરુકુળ ખાતે 50થી વધુ ભૂદેવો દ્વારા મહારુદ્રાભિષેક

મહાશિવરાત્રી પર્વે વાપીમાં આયોજિત આ મહારુદ્રાભિષેકમાં વાપી અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવારો ઉમટી પડ્યા હતા. હાર્દિક મહેતા (પ્રમુખ, બ્રહ્મસમાજ વાપી) એ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું કે, સમાજ માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ જ નહીં પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં પણ અગ્રેસર રહે છે. શિવજીના અભિષેક સાથે બિનવારસી આત્માઓને મોક્ષ મળે તે હેતુથી કરવામાં આવતી આ પૂજા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રેરણારૂપ બની છે.

સેક્રેટરી રજત રાવલે આભારવિધિ કરતા તમામ સહયોગીઓનો આભાર માન્યો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન ભરત ત્રિવેદી અને હર્ષેશ ત્રિવેદીની આગેવાનીમાં ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે દાતા પારસ ત્રિવેદીનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેમણે આ ભગીરથ કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું છે.

2006થી ચાલી આવતી અનોખી પરંપરા

વાપી બ્રહ્મસમાજ દ્વારા છેલ્લા બે દાયકાથી આ પરંપરા જાળવી રાખવામાં આવી છે. સામાન્ય રીતે લોકો પોતાના પૂર્વજો માટે પૂજા કરતા હોય છે, પરંતુ વાપીમાં બિનવારસી લાશોના આત્માની શાંતિ માટે થતો આ મહારુદ્રાભિષેક કરુણા અને સંવેદનાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે. પોલીસ રેકોર્ડ પર જે મૃતદેહોના અંતિમ સંસ્કાર બિનવારસી તરીકે થયા હોય, તેમના મોક્ષ માટે શિવરાત્રી જેવા પવિત્ર દિવસે કરાતી આ પૂજા શ્રદ્ધાળુઓમાં આસ્થાનું કેન્દ્ર બની છે.

કાર્યક્રમમાં સમાજના ટ્રસ્ટી મહેશભાઈ પંડ્યા, ચૈતન્ય ભટ્ટ, વિવિધ વોર્ડના ભૂપ્રમુખો તેમજ મહિલા મંડળની ટીમ અને ભૂદેવ બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર વાતાવરણ શિવમય અને ભક્તિમય બની ગયું હતું. મહાશિવરાત્રીના પર્વે થયેલા આ રૂદ્રાભિષેકથી સલવાવ ગુરુકુળના પટાંગણમાં દિવ્યતા પ્રસરી ગઈ હતી.

#વાપી #મહાશિવરાત્રી #બ્રહ્મસમાજ #ધાર્મિકસમાચાર #વલસાડ #ગુજરાત #શિવપૂજા


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *