September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Chikhli Bilimora Dharampur Valsad

આલીપોર વસુધારા ડેરીમાં ભાજપ મેન્ડેટનો ભંગ, રાજેશ પટેલ ચેરમેન | Rajesh Patel Elected Chairman Against BJP Mandate

આલીપોર વસુધારા ડેરીમાં ભાજપ મેન્ડેટનો ભંગ, રાજેશ પટેલ ચેરમેન | Rajesh Patel Elected Chairman Against BJP Mandate

 

ચીખલી સ્થિત આલીપોર વસુધારા ડેરીમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી દરમિયાન અચાનક રાજકીય ભૂકંપ સર્જાયો છે. ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટને ખુલ્લેઆમ ફગાવી દેતા ડિરેક્ટરોએ મતદાન કર્યું હતું, જેના કારણે ભાજપના હોદ્દેદારો અને આગેવાનોમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે. આજે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલી ચૂંટણીમાં રાજેશ પટેલ 10 મતથી ચેરમેન તરીકે અને સીતાબેન જાધવ 9 મતથી વાઈસ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે.

આલીપોર સ્થિત વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. એટલે કે વસુધારા ડેરીની આ ચૂંટણી ભાજપ માટે ભારે અસહજ સ્થિતિ સર્જનારી સાબિત થઈ છે. ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે સ્પષ્ટ મેન્ડેટ આપવામાં આવ્યો હતો. જોકે મતદાનની પ્રક્રિયા શરૂ થતાની સાથે જ આ મેન્ડેટને મહત્તમ ડિરેક્ટરોએ જાકારો આપ્યો હતો અને મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી પત્રકો ભરાતા રાજકીય ગરમાવો વધી ગયો હતો.

ચેરમેન પદ માટે બે ઉમેદવારી પત્રકો દાખલ થતા ચૂંટણી અનિવાર્ય બની હતી. કિશોરભાઈ પટેલની દરખાસ્ત ગમનભાઈ પટેલે કરી હતી અને તેમને ટેકો બાપુભાઈ ઠાકર્યાએ આપ્યો હતો. જ્યારે બીજા ઉમેદવાર તરીકે રાજેશભાઈ પટેલની દરખાસ્ત પ્રમોદભાઈએ કરી હતી અને ટેકો લીલાબેને આપ્યો હતો. કુલ 14 ડિરેક્ટરોમાંથી દુવાડાના રાજેશભાઈ ભીખુભાઈ પટેલને 10 મત મળતા તેઓ ચેરમેન તરીકે વિજયી બન્યા હતા.

વાઈસ ચેરમેન પદ માટે પણ ચૂંટણી ભારે રસપ્રદ બની હતી. ધરમપુર તાલુકાના બરૂમાળના સીતાબેન દિલીપભાઈ જાધવને 9 મત મળ્યા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી કલ્પનાબેન ભીંસરાને 5 મત મળ્યા હતા. આ રીતે સીતાબેન જાધવ વાઈસ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા હતા. બંને પદે ચૂંટાયેલા ઉમેદવારો ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટના વિરુદ્ધ હોવાથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.

મતદાનનું પરિણામ જાહેર થતાં જ ઉપસ્થિત ભાજપના હોદ્દેદારો અને નેતાઓના ચહેરા પરથી નૂર ઉડી ગયો હતો. મેન્ડેટની અવગણનાથી ભાજપની આંતરિક શિસ્ત પર પ્રશ્નાર્થ ઊભા થયા છે. સહકારી ક્ષેત્રમાં ભાજપની પકડ અને મેન્ડેટની વિશ્વસનીયતા અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે.

વસુધારા ડેરીની ચૂંટણીમાં વર્ષોથી એવું કહેવાતું આવ્યું છે કે ડેરીના કર્તાહર્તાઓ જે ઇચ્છે તે જ અંતે થાય છે. આ ચૂંટણીમાં પણ એ જ પરંપરા ફરી એકવાર પુરવાર થઈ હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ભાજપના મેન્ડેટ હોવા છતાં ડિરેક્ટરોએ પોતાનો મત અલગ રીતે આપી પરિણામ બદલી નાંખ્યું છે.

આ ઘટનાના પગલે સહકારી સંસ્થાઓમાં રાજકીય પક્ષોના મેન્ડેટની અસરકારકતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને ભાજપ જેવી શિસ્તબદ્ધ પાર્ટીમાં મેન્ડેટની આ રીતે અવગણના થવી એ પક્ષ માટે ચિંતાજનક સંકેત માનવામાં આવી રહ્યો છે. હાલ આલીપોર વસુધારા ડેરીની ચૂંટણી સમગ્ર વલસાડ જિલ્લામાં રાજકીય ચર્ચાનો મુખ્ય વિષય બની ગઈ છે.

#VasudharaDairy #Alipore #Chikhli #Valsad #RajeshPatel #SitabenJadhav #BJP #BJPmandate #CooperativeElection #BreakingNews #GujaratPolitics #LocalBreakingNews #વસુધારાડેરી #આલીપોર #ચીખલી #વલસાડ #રાજેશપટેલ #સીતાબેનજાધવ #ભાજપ #મેન્ડેટ #સહકારીછૂટણી #બ્રેકિંગન્યૂઝ


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *