September 4, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Valsad

વન પેદાશોથી રોજગારી, દીપડા–માનવ સંઘર્ષ ઘટાડવાનો સંકલ્પ | Livelihood Through Forest Produce, Reducing Human–Leopard Conflict

વન પેદાશોથી રોજગારી, દીપડા–માનવ સંઘર્ષ ઘટાડવાનો સંકલ્પ | Livelihood Through Forest Produce, Reducing Human–Leopard Conflict

 

વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં દીપડાઓનું ગ્રામિણ વિસ્તાર છોડીને શહેરી વિસ્તારો તરફ વધતું આગમન ચિંતાનું કારણ બન્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા દીપડા–માનવ સંઘર્ષ ઘટાડવા માટે મક્કમ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. વલસાડ વન વર્તુળ વિભાગમાં ફરજ બજાવતા આઈએફએસ અધિકારી ડો. બી. સુચિન્દ્રના કાર્યકાળ દરમિયાન વન સંરક્ષણ સાથે માનવ સલામતી અને સ્થાનિકોને રોજગારી આપવાનું લક્ષ્ય રાખીને કામગીરી આગળ વધી રહી છે.

વલસાડ જિલ્લાની આદિવાસી જંગલ પટ્ટીની ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ ડો. બી. સુચિન્દ્ર વન ક્ષેત્રિય અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળીને વન વિકાસ, વન્યજીવોની સુરક્ષા અને માનવ વસતી માટે સુરક્ષાત્મક પગલાં ભરવા પર ભાર મૂકી રહ્યા છે. વન પેદાશોની જાળવણી સાથે રોજગારીના સંયુક્ત પ્રયાસોની તેમની દૃષ્ટિ અંગે કરવામાં આવેલી વાતચીતના મુખ્ય અંશો અહીં રજૂ કરવામાં આવ્યા છે.

IFS બનવાની પ્રેરણા વિશે પૂછતાં ડો. સુચિન્દ્રે જણાવ્યું કે તેમના પિતા આર્મીમાં ડોક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, જે તેમના માટે પ્રેરણારૂપ રહ્યા છે. ઉપરાંત ગામમાંથી યુપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા યુવાનોને જોઈને પણ પ્રેરણા મળી હતી.

જીવનયાત્રા અને કારકિર્દીના મહત્વના વળાંક અંગે તેમણે કહ્યું કે અભ્યાસ માટે દિલ્હી જવાનું થયું, જ્યાં ડોક્ટરેટ કરતી વેળાએ મિત્રો સાથે કોચિંગ ક્લાસ અને ગ્રુપ સ્ટડીઝ દ્વારા યુપીએસસીની તૈયારી કરી અને અંતે તેમાં સફળતા મળી. આ સમગ્ર યાત્રામાં માતા–પિતાનો સહયોગ હંમેશા મળ્યો હોવાનું તેમણે જણાવ્યું.

વન વિભાગમાં ફરજ બજાવવાની સૌથી રોચક બાબત પ્રકૃતિ સાથે સતત જોડાણ હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું કે મહારાષ્ટ્રને અડીને આવેલા સંવેદનશીલ જંગલ વિસ્તારોમાં કામગીરી કરવી સૌથી મોટો પડકાર છે. તેમ છતાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વન વિભાગ માટેની યોજનાઓને કારણે કોઈ ખાસ લાચારી કે અડચણ અનુભવાતી નથી.

જિલ્લાની મુખ્ય સમસ્યાઓ અંગે તેમણે જણાવ્યું કે માલીકીના વૃક્ષો, સ્થળાંતરના કેસો અને માલિકીના ઝાડોની હરાજી સંબંધિત મુદ્દાઓમાં અંતરિયાળ વિસ્તારોના લોકોને તકલીફો પડે છે. આ માટે અરજદારોને સરળ પ્રક્રિયા અને સમયસર કામગીરી મળે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

દીપડા–માનવ સંઘર્ષ અંગે ડો. સુચિન્દ્રે જણાવ્યું કે વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જંગલ વિસ્તારોમાં દીપડાઓ અને માનવ વસતી વચ્ચે અથડામણના બનાવો બન્યા છે. આવા બનાવો અટકાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમો, તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી અને સતત ફોલોઅપ દ્વારા સ્થિતિ નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

નેતૃત્વની કાર્યશૈલીને એક વાક્યમાં વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે “વન સંરક્ષણ સાથે માનવ સલામતી એ જ લક્ષ્ય.” ભવિષ્યમાં જિલ્લાથી વિદાય લેતા પહેલા શું કામ કરવા માંગો છો તે પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે વન વિસ્તારના લોકોને વન આધારિત પેદાશો દ્વારા આજીવિકા મળે, સરકારની યોજનાઓ થકી આ પેદાશો સીધી માર્કેટ સુધી પહોંચે અને મહેનત કરનાર લોકોને યોગ્ય વળતર મળે – એ જ તેમની પ્રાથમિકતા છે.

#Valsad #ForestDepartment #IFSOfficer #LeopardHumanConflict #WildlifeProtection #ForestProduce #TribalLivelihood #GujaratNews #EnvironmentProtection


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *