પાટી સ્કૂલના લાભાર્થે 887મી રામકથામાં રામેશ્વર પૂજા ઉત્સવ ઉજવાયો
ગીતા મંદિર પાટી સ્કૂલના લાભાર્થે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુક્લાની 887મી રામકથામાં આજે રામેશ્વર પૂજા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દમયંતીબેન ખંડુભાઈ સોલંકીના નિવાસે વિશેષ રામ–હનુમંત યજ્ઞ સંપન્ન થયો હતો.
મુખ્ય આયોજક વાલજીભાઈ સોલંકી અને તેમના પરિવાર દ્વારા પોથી તથા તુલસીપીઠનું પૂજન કરવામાં આવ્યું હતું. ઉત્સવ યજમાન ડો. સુષ્માબેન રાઠોડ, ડો. રાજુલભાઈ રાઠોડ અને મધુબેન પ્રજાપતિના પરિવાર દ્વારા ભગવાન રામેશ્વરની પૂજા કરવામાં આવી હતી. પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી નરેશભાઈ રામાનંદી અને કિશન દવે દ્વારા રુદ્રી પાઠ કરવામાં આવ્યો હતો. કથાકાર પ્રફુલભાઈ શુક્લાએ રામાયણની ચોપાઈઓ સરળ અર્થ સાથે શ્રોતાજનોને સમજાવી હતી.
#પાટી #રામકથા #રામેશ્વરપૂજા #ધાર્મિકસમાચાર #GujaratiCulture
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
