વાપી અંબા માતા મંદિરમાં ચાલતી શિવ મહાપુરાણ કથામાં દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય મહારાજની ઉપસ્થિતિ
સનાતન ધર્મ ટકાવવા શાસ્ત્રોનું અધ્યયન અને શાસ્ત્રોને વાગોળવા જ પડશે: શંકરાચાર્ય
વાપી શહેરના અંબા માતા મંદિરમાં ચાલી રહેલી શિવ મહાપુરાણ કથામાં દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય મહારાજની પાવન ઉપસ્થિતિથી ભક્તિમય માહોલ સર્જાયો હતો. શંકરાચાર્ય મહારાજના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને સૌએ મહાપ્રસાદ લીધો હતો. વિદ્વાન ભૂદેવોની હાજરીમાં શંકરાચાર્ય મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તથા વિધિવત પૂજન પણ કરાયું હતું.
આ પ્રસંગે પારડી સંસ્કૃત પાઠશાળાના નિયામક તથા ભાગવત કથાકાર ભાવેશભાઈ જોષી, કુમારભાઈ શાસ્ત્રી, પુનિત મહારાજ, રાજેશભાઈ શાસ્ત્રી (પારડી) સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રી ભાવેશભાઈ જોષીએ જણાવ્યું હતું કે આજના યુગમાં કૃષ્ણ ભગવાનની ભક્તિથી મનુષ્યને સંતોષ અને શાંતિ પ્રાપ્ત થાય છે. વેદ આધારિત મંત્રોમાં જીવન, સંસ્કૃતિ અને વિજ્ઞાનના અનેક તત્ત્વો સમાયેલા છે. વેદમાંથી પુરાણો સુધી જે જ્ઞાન મળ્યું છે તે ભારત દેશની અমূল્ય ધરોહર છે. ઋષિમુનિઓએ આપેલ જ્ઞાન આજના સમયમાં પણ નવી શોધો અને વૈજ્ઞાનિક દૃષ્ટિ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે, એટલેજ ભારતને સોનાની ચીડિયા કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.
શંકરાચાર્ય મહારાજે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે સનાતન ધર્મને ટકાવી રાખવા માટે શાસ્ત્રોનું અધ્યયન કરવું અને શાસ્ત્રોના ઉપદેશોને જીવનમાં ઉતારવા અત્યંત જરૂરી છે. શાસ્ત્રોમાંથી આધ્યાત્મિક જ્ઞાન તેમજ સાચી ભક્તિ બંને પ્રાપ્ત થાય છે. તેમણે સનાતન હિન્દુ સમાજને શાસ્ત્રાધ્યયન અને ધર્મમાર્ગ પર અડગ રહેવાની પ્રેરણા આપી હતી.
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
