દાનહના રાજપૂત સમાજનું ગૌરવ, વાપીની રોફેલ કોલેજના પ્રોફેસરની વીર નર્મદ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નિમણૂક

દાનહના રાજપૂત સમાજનું ગૌરવ, વાપીની રોફેલ કોલેજના પ્રોફેસરની વીર નર્મદ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નિમણૂક

 

વાપીની રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એકાઉન્ટન્સી વિષયના પ્રોફેસર તથા અધ્યક્ષ પ્રોફેસર ડો. એમ. યુ. દરૂની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકથી દાનહના રાજપૂત સમાજ તેમજ વાપીની રોફેલ કોલેજનું ગૌરવ વધ્યું છે.

પ્રોફેસર ડો. એમ. યુ. દરૂ 1989થી વાપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અધ્યક્ષ તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેઓ એકાઉન્ટન્સી વિષયના પીએચડી ગાઈડ તરીકે પણ કાર્યરત છે અને તેમના માર્ગદર્શન હેઠળ ત્રણ વિદ્યાર્થીઓએ પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી છે. શૈક્ષણિક ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાનને કારણે તેઓ યુનિવર્સિટી સ્તરે વિવિધ મહત્વપૂર્ણ સમિતિઓમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડો. દરૂને NEP-2020 અમલીકરણ સમિતિના સભ્ય તરીકે, બોર્ડ ઓફ સ્ટડીઝ (એકાઉન્ટન્સી), કોમર્સ ફેકલ્ટી તથા બોર્ડ ઓફ પોસ્ટ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએટ એજ્યુકેશન ઇન કોલેજના સભ્ય તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા. હવે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં તેમની નિમણૂક થવાથી યુનિવર્સિટીના શૈક્ષણિક વહીવટ અને સર્વાંગી વિકાસને નવી દિશા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રોફેસર ડો. એમ. યુ. દરૂની આ સિદ્ધિ બદલ દાનહના રાજપૂત સમાજ, પરિવારજનો, મિત્રો તથા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ નિમણૂક યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ એન. ચાવડા દ્વારા કરવામાં આવી છે.

#દાનહ #રાજપૂતસમાજ #રોફેલકોલેજ #વાપી #વીરનર્મદયુનિવર્સિટી #બોર્ડઓફમેનેજમેન્ટ #શિક્ષણસમાચાર #એકાઉન્ટન્સી #AcademicAchievement #Valsad


 


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

Related posts

Leave a Comment