ચણોદથી વલવાડા વચ્ચે 34 કરોડના ખર્ચે બની રહેલા બ્રિજની 50 ટકા કામગીરી પૂર્ણ

ચણોદથી વલવાડા વચ્ચે 34 કરોડના ખર્ચે બની રહેલા બ્રિજની 50 ટકા કામગીરી પૂર્ણ

 

નવી કનેક્ટિવિટીથી સેલવાસ રોડના વાહનોને મળશે સીધો માર્ગ, વલવાડા હાઈવે બાયપાસથી ટ્રાફિકભારણ ઘટશે
વાપીના ચણોદથી વલવાડા ગામ તરફ દમણગંગા નદી પર 34 કરોડના ખર્ચે બની રહેલા બ્રિજની કામગીરી 50 ટકાથી વધુ પૂર્ણ થઈ ચૂકી છે. સેલવાસ, દાદરા સહિતના વિસ્તારોના વાહનોને સીધી અને સરળ કનેક્ટિવિટી મળે તે હેતુથી આ મહત્વપૂર્ણ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

આ બ્રિજ બન્યા બાદ સેલવાસ રોડ તરફથી આવતા ભારે વાહનો ચણોદથી સીધા વલવાડા ગામ થઈ બાયપાસ હાઈવે પર જઈ શકશે. પરિણામે વાપીના ચાર રસ્તા પરનો ભારે વાહનોનો ટ્રાફિક ઘટાડશે અને શહેરના ટ્રાફિક દબાણમાં નોંધપાત્ર રાહત મળશે.

બ્રિજની કુલ લંબાઈ 595 મીટર, પહોળાઈ 14 મીટર અને ઊંચાઈ 7.5 મીટર રાખવામાં આવી છે. પ્રોજેક્ટ અંતર્ગત 18 પાઈલ ફાઉન્ડેશન, 2500 મીમી વ્યાસના 16 પિલર, 35 મીટર લાંબા ગાળાઓ, 68 પી.એસ.સી. ગર્ડર અને 17 સ્લેબ નાખવામાં આવ્યા છે. દમણગંગા નદી પર બની રહેલા આ બ્રિજથી ભારે વાહનોનો ટ્રાફિક સીધો હાઈવે પર ડાયવર્ટ થશે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ પ્રોજેક્ટની કામગીરી ઝડપથી ચાલી રહી છે અને નક્કી કરેલા સમયગાળામાં બ્રિજ તૈયાર કરવાની દિશામાં કામ આગળ વધી રહ્યું છે. બ્રિજ પૂર્ણ થતાં વાપી શહેર, વલવાડા હાઈવે અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે.

#વાપી #ચણોદ #વલવાડા #દમણગંગાબ્રિજ #નવીકનેક્ટિવિટી #બાયપાસહાઈવે #ટ્રાફિકરાહત #ઇન્ફ્રાસ્ટ્રક્ચર #Valsad



 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

Related posts

Leave a Comment