આર.એસ. ઝુનઝુનવાલા સ્કૂલમાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી
જ્યાં સંસ્કારોથી શિક્ષણ સજ્જ થાય ત્યાં ઉજવાતો દરેક ઉત્સવ ભવિષ્ય ઘડે છે: સંજય રાવલ
વાપી ખાતે આવેલી આર.એસ. ઝુનઝુનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિકોત્સવની ભવ્ય અને પ્રેરણાદાયી ઉજવણી યોજાઈ હતી. આ અવસરે પ્રથમવાર શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રેરણા આપવા માટે વિશ્વસ્તરીય પ્રેરણાદાયી વક્તા સંજય રાવલને આમંત્રિત કરી એક નવી પહેલ કરવામાં આવી હતી. શિક્ષણ સાથે સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધનના ઉદ્દેશ સાથે આયોજિત આ મહોત્સવ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી નિલેશભાઈ રાઠોડ, ટ્રસ્ટી પાયલબેન રાઠોડ, ટ્રસ્ટી તિશા રાઠોડ તેમજ આચાર્ય ડો. પ્રખર ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
શાળાના સુશોભિત પટાંગણમાં મુખ્ય અતિથિ તરીકે સંજય રાવલ સાથે ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર, મેનેજિંગ ટ્રસ્ટી નિલેશભાઈ રાઠોડ, ટ્રસ્ટી પાયલબેન રાઠોડ, ટ્રસ્ટી તિશા રાઠોડ અને શાળાના આચાર્ય ડો. પ્રખર ભારદ્વાજ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય ડો. પ્રખર ભારદ્વાજે શાળાનો વાર્ષિક અહેવાલ રજૂ કરતાં જણાવ્યું હતું કે વિઝન સ્પષ્ટ હોય તો શિક્ષણ માત્ર અભ્યાસ નહીં, પરંતુ સંસ્કાર બને છે.
પ્રેરણાદાયી સંબોધનમાં સંજય રાવલે જણાવ્યું હતું કે જ્યાં સંસ્કારોથી શિક્ષણ સજ્જ થાય છે ત્યાં ઉજવાતો દરેક ઉત્સવ બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે છે. તેમણે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને જીવનમાં લક્ષ્યનિર્ધારણ, શિસ્ત અને સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવાની પ્રેરણા આપી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષક-શિક્ષિકા, વાલીજનો, શાળા એડવાઈઝર કમિટી સભ્યો વિનયભાઈ વાડીવાલા, જયેશભાઈ કંસારા, કશ્યપ ગાંધી, પ્રદીપ શર્મા, દીપ ઠક્કર, એડમિન સ્ટાફ, સહાયકમંડળ તેમજ સેવાભાવી કાર્યકરોના અથાગ પ્રયત્નો નોંધપાત્ર રહ્યા હતા. આ બદલ મેનેજિંગ ટ્રસ્ટી નિલેશભાઈ રાઠોડ, ટ્રસ્ટી પાયલબેન રાઠોડ, ટ્રસ્ટી તિશા રાઠોડ અને આચાર્ય ડો. પ્રખર ભારદ્વાજે સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
#વાપી #RSઝુનઝુનવાલાસ્કૂલ #વાર્ષિકોત્સવ #શિક્ષણસંસ્કાર #સંજયરાવલ #પ્રેરણાદાયીકાર્યક્રમ #વિદ્યાર્થીઓ #વાલીઓ #EducationNews #Valsad
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
