આજે વાપી બ્રિજની ધીમી કામગીરી મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
વાપી ઓવરબ્રિજની ધીમી કામગીરીને લઈ આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે. જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ અને વાપી શહેર યુથ કોંગ્રેસના સંયુક્ત આયોજન હેઠળ ગુરૂવારે સવારે 11 વાગે વાપી ઝંડાચોક ખાતે વિરોધ કાર્યક્રમ યોજાશે. વાપી ઓવરબ્રિજનું કામ શરૂ થયાને હવે ચોથું વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે, છતાં કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા “નજર ઉતારો ઓર પનોતી ભગાવો” કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, આગેવાનો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં જોડાશે તેમ વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સાદ ભાઈ બોગા અને વાપી શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વરૂણ સિંહ ઠાકુરે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે વાપી બ્રિજની કામગીરી લાંબા સમયથી મંદ ગતિએ ચાલી રહી છે. છેલ્લા લગભગ 15 દિવસથી બ્રિજના સ્થળ પર થોડી ઘણી કામગીરી જોવા મળી રહી છે, પરંતુ સમગ્ર પ્રોજેક્ટની ગતિ અંગે લોકોમાં અસંતોષ છે. સંબંધિત વિભાગ દ્વારા આગામી એકથી દોઢ વર્ષમાં બ્રિજનું કામ પૂર્ણ થવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ હાલની સ્થિતિ જોતા આ સમયમર્યાદામાં કામ પૂરું થવું લગભગ અશક્ય હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
આ પરિસ્થિતિ વચ્ચે વર્ષ 2026ના પ્રથમ જ દિવસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યું છે, જેને લઈ શહેરના રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
#વાપી #વાપીબ્રિજ #કોંગ્રેસપ્રદર્શન #યુથકોંગ્રેસ #ઝંડાચોક #ધીમીકામગિરિ #સ્થાનિકસમાચાર #Valsad
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
